કેન્સર વિષે જાણો - ડો. ભાર્ગવ ત્રિવેદી (જામનગર) - કેન્સર ડોક્ટર

Cancer Causes Symptoms and Prevention in Gujarati
Cancer Causes Symptoms and Prevention in Gujarati 

➥કેન્સર એટલે શું?
શરીર ના કોષોની સામાન્ય વિભાજનની ક્રિયા નો લય તૂટતા, તે કાબુ બહાર વૃદ્ધિ કરી અને કેન્સર જન્માવે છે.  

કેન્સર અને ભારત:
દર વર્ષે ભારતમાં કેન્સરના ૧૦ લાખ નવા દર્દીઓ ઉમેરાય છે. ઝડપી જીવન, વ્યાયામ નો અભાવ, વ્યસન અને પ્રદુષિત હવા,પાણી અને ખોરાક કેન્સર થવાના મુખ્ય કારણો છે. 

કેન્સરની સામાન્ય માહિતી:
➢કેન્સર આપણા શરીરના જ બેકાબુ વૃદ્ધિ ધરાવતા કોષો છે. 
➢કેન્સર ચેપી નથી.
➢મોટા ભાગ ના કેન્સર વ્યસન, અનિયમિત ખોરાક, અને અનિયમિત જીવન શૈલીમાંથી જન્મે છે.
➢કેન્સર નું વહેલું નિદાન થાય તો સંપૂર્ણ સારવાર કરી અને કેન્સર ને મટાડી શકાય છે. 

કેન્સરથી બચવા માટે:
પુષ્કળ પ્રમાણમાં ફળ અને શાકભાજી લો. 
નિયમિત વ્યાયામ કરો.
જીવન શૈલી નિયમિત રાખો.
વ્યસનનો ત્યાગ કરો. 
સ્વચ્છ અને તાજો ખોરાક જ લો. 

કેન્સરના ચિહનો:
શરીરના કોઈ પણ ભાગમાં ના રુજાતું ચાંદુ 
અસામન્ય રક્તસ્ત્રાવ
શરીરના અવયવોમાં સોજો કે નવી ગાંઠનું દેખાવું
ખોરાક ઉતારવામાં તકલીફ
ઝાડા-પેશાબની આદતમાં ફેરફાર 
શરીરના તલ-મસના આકાર કે રંગમાં ફેરફાર 
ખોરાક અને વજનમાં અસમાન્ય ઘટાડો
ઉધરસ આવવી, અવાજમાં ફેરફાર થવો 

કેન્સરની સાવચેતી અને જાતતપાસ:
મોટા ભાગના કેન્સરના દર્દીઓ આગળ વધેલા સ્ટેજમાં (ત્રીજા કે ચોથા) આવતા હોય છે. 
કેન્સરની જાત તપાસ કરવાથી,શરૂઆતના તબક્કામાં કેન્સરનું નિદાન કરી, ચોક્કસ સારવાર કરી શકાય છે.
શરૂઆતના તબક્કામાં નિદાન થયેલા કેન્સરની સારવાર દ્વારા મટાડવાની સંભાવના ઘણી વધારે હોય છે. 

સ્તનની જાતતપાસ:
Breast self-examination in Gujarati
Breast self-examination In Gujarat

સ્ત્રીઓમાં માસિકધર્મ આવી ગયા પછી, પૂરતા પ્રકાશમાં બંને સ્તનનું અરીસા સામે ઉભા રહી નિરીક્ષણ કરવું. 
સ્તનની ચામડી, ડીંટડી , આકારમાં કંઈ પણ ફેરફાર લાગે તો નોંધ કરવી. 
સ્તન અને બગલમાં હાથથી ગાંઠ માથે નો અનુભવ કરવો. 
કંઈપણ આસામ્ન્ય લાગે તો ડોક્ટરનો સંપર્ક કરવો. 


Cancer Causes Symptoms and Prevention in Gujarati-Know Cancer In Gujarati